વડોદરા : શહેરના પશ્ચિમ ઝોનમાં ગોત્રી યશ કોમ્પ્લેક્સથી નિલાંબર સર્કલ જતા રોડ પર નડતર રૂપ દબાણ હટાવવાની કાર્યવાહી પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા પોલીસના બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી.અગાઉ પણ ચારથી પાંચ ઓરડીઓના દબાણો દૂર કરાયા હતા.જોકે ફરી દબાણ કરતા પાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં પોલીસ પાલિકા અને સ્થાનિક લોકો વચ્ચે શાબ્દિક ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.