સાંતલપુર તાલુકાના નડીયામાં મંગળવારે ખારી નદીમાં ન્હાવા ગયેલા નવ યુવકો ડૂબ્યા હતા જેમાં તાત્કાલિક ચાર યુવકોને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે કે પાંચ યુવકો લાપતા થતા તાત્કાલીક સ્થાનિક તરવૈયા અને SDRFની ત્રણ ટીમો દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી જેમાં ચાર યુવકોની લાશ મળી જવા પામી હતી જ્યારે એક લાપતા યુવક પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે નહિ મળતા ત્રણ SDRF ની ટિમો દ્વારા તપાસ હાથ ધરાઈ હતી ત્યારે વહિવટીતંત્ર દ્વારા લાપતા યુવકને શોધવ NDRF ટીમ બોલાવી હતી