સોનગઢ શહેરના નવાગામ ખાતેથી સુરતના કોન્ટ્રાક્ટરે સેન્ટિંગ ની પ્લેટો લઈ જઈ ભાડું અને પ્લેટ નહીં આપી છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઈ.તાપી જિલ્લાના સોનગઢ પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 5 કલાકે મળતી વિગત મુજબ સુરતના કોન્ટ્રાકટર પ્રતીક કાકડિયા એ ફરિયાદી પાસેથી સેન્ટિંગ ની પ્લેટો લઈ જઈ 1140 પ્લેટ અને તેનું ભાડું 1 લાખ 62 હજાર નહીં ચૂકવી છેતરપિંડી કરતા ફરિયાદી નિલેશ ભટ્ટ નાઓએ તેમના વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.