પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ કુલ 21 કુત્રિમ તળાવ પરથી શનિવારે પાંચ ફૂટ સુધીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.કુત્રિમ તળાવ પર પાલિકા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પ્રક્રિયા ચાલી રહી છે.જ્યાં દસ દિવસ સુધી બાપ્પા ની પૂજા અર્ચના અને આરાધના કર્યા બાદ આજે ભાવિક ભક્તોએ ભાવભીની આંખે બાપ્પાને વિદાય આપી હતી.જ્યાં 21 પૈકી પાલ સ્થિત કુત્રિમ તળાવ ખાતે ગણેશની પ્રતિમાઓની વિસર્જન પ્રક્રિયા હાથ ધરાઇ હતી.