વ્યારા તાલુકાના જેસીંગપુરા થી ઉમરવાવનજીક નજીક જતો માર્ગ પાણીમાં સંપૂર્ણ ગરકાવ.તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં તેમજ તેના ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને લઈ જેસીંગપુરા થી ઉમરવાવનજીક ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.શુક્રવારના રોજ 1.10 કલાકે માર્ગ સંપૂર્ણ પાણીમાં ગરકાવ રહેતા વાહનવ્યવહાર બંધ કરવામાં આવતા વાહનચાલકો પ્રભાવિત થયા હતા.