રાજકોટ: અમેરિકા દ્વારા ભારતના સોનાના દાગીના પર લગાવવામાં આવેલા ટેરિફના કારણે ભારતીય ઉદ્યોગ પર તેની અસર થવાની સંભાવના છે. વિશ્વ વિખ્યાત રાજકોટના સોની બજારના હોદ્દેદારોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે આ ટેરિફની અસર બુલિયન (શુદ્ધ સોનું) પર નહીં પડે, પરંતુ સોનાના દાગીનાના નિકાસ પર તેની નકારાત્મક અસર થશે. રાજકોટના સોની બજારના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર, ભારતમાંથી ૧૦ ટકાથી વધુ સોનાના દાગીનાની નિકાસ થાય છે.