સિહોરના આમલા ગામે એક વેપારી દુકાનમાં બેઠો હતો તે વેળાએ તેના ગામના એક શખ્સ દુકાનમાં ઘૂસી ગયો અને પિતાએ કરેલા પોલીસ કેસની દાઝ રાખી યુવક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો . શખ્સ ના હાથમાં રહેલા પથરો તેમજ દુકાનમાંથી વજનનો કાંટો ઉપાડે મારી નાખવાની ઇરાદે ગંભીર મારામારી કરી ફરાર થઈ ગયેલ હોય જેને સારવાર અર્થે યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે