સલાયામાં સ્ટેશન રોડ પર એક મહિલાના મકાનમાંથી પોણા ત્રણ વર્ષ પહેલાં વીજચોરી ઝડપાઈ હતી. આ મહિલાને અદાલતે તક્સીરવાન ઠરાવી ત્રણ વર્ષની કેદની સજા અને ૬,૬૪,૪૭૫નો દંડ ફટકાર્યો છે. ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં સ્ટેશન રોડ પર કુંભારપાડામાં ગઈ તા.૧૫-૧૨-૨૨ના દિને વીજ કંપનીની ચેકીંગ ટૂકડીએ હાથ ધરેલી ચકાસણીમાં મરીયમબેન મુસાભાઈ સુંભણીયાના મકાનમાં ચેકીંગ કર્યું હતું. આ મહિલા વીજગ્રાહક ન હોવા છતાં પોતાના ઘરની બાજુમાં આવેલા થાંભલામાંથી વીજ જોડાણ