સુરતના પારલે પોઇન્ટ ખાતે આવેલી શાહ બિઝનેસ વેન્ચર્સ નામની ફાઈનાન્સ કંપની સાથે ₹૨.૦૮ કરોડની છેતરપિંડી થઈ છે. મુંબઈના ત્રણ તબીબોએ યુએસએની પેટન્ટ ધરાવતી ફેક્ટરીમાં રોકાણ કરવાની લાલચ આપીને કંપની પાસેથી આ મોટી રકમ પડાવી લીધી હતી. આ બનાવ અંગે કંપનીના લીગલ એડવાઈઝરે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.