ગુરુવારની સવારથી શહેરા પંથકમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે વાદળછાયુ વાતાવરણ છવાયું હતું અને જોત જોતામાં બપોરના સમયે શહેરા નગર તેમજ તાડવા,ઝોઝ,હોસેલાવ,લાભી અને પાલીખંડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી.બપોરના ૨ થી ૪ વાગ્યા સુધીમાં ૪ એમ.એમ. જ્યારે ૪ થી ૬ વાગ્યા સુધીમાં ૨૧ એમ.એમ. એટલે કે શહેરા પંથક ૧ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.