ઉચ્છલ તાલુકાના મોહપાડા ગામેથી જુગાર રમતા ચાર ઝડપાયા જ્યારે અન્ય ચાર ને વોન્ટેડ જાહેર કરાયા.ઉચ્છલ પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 1 કલાકે મળતી વિગત મુજબ મોહપાડા ગામેથી પાનાપત્તાનો જુગાર રમતા 8 જુગારીઓ પૈકી ચાર ઝડપાયા હતા.જ્યારે ચાર ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કરાયા હતા.જેમાં પોલીસે અરુણ વસાવા, રાજુ વસાવા, દેવસિંગ વસાવા, અને નિલેશ વસાવા ને ઝડપી લઈ તારાચંદ વસાવા, દિનેશ વસાવા, રતિલાલ વસાવા અને વારીશ વસાવા ને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.