વાલિયા ગામના તળાવ ફળીયાના યુવક મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમાનું વાજતે ગાજતે વિસર્જન કરાયું.વાલિયા ગામના તળાવ ફળિયામાં ગણેશ મંડળ દ્વારા ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું.શ્રીજીના ભક્તોએ સાત દિવસ વિઘ્નહર્તાની ભક્તિમાં લીન બન્યા હતા.આજે આઠમાં દિવસે તળાવ ફળીયા યુવક મંડળ દ્વારા વાજતે ગાજતે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.