મોરવાહડફનું મુખ્ય ગણાતું ગુણેશીયા સિંચાઈ તળાવ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થવાને કારણે ઓવરફ્લો થયેલ પાણી તળાવ આવેલા મોરવાહડફ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલના કેમ્પસમાં ભરાયું હતું,જેના કારણે હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફને અવરજવર કરવામાં હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો,જેની જાણ હોસ્પિટલના અધિકારી દ્વારા સિંચાઈ વિભાગને કરવામાં આવતા સિંચાઈ વિભાગ દ્વારા હોસ્પિટલના કેમ્પસમાં ભરાયેલા પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરાઈ હતી.