મહેસાણા જિલ્લામાં આવેલા કડી શહેરના ભાગ્યોદય ચોકડી થી વડવાળા હનુમાનજી મંદિર સુધીના રોડનું કામ વિવાદમાં સપડાયું છે. જિલ્લા પંચાયત હસ્તકના 600 મીટર લાંબા આ રોડનું ગત 15 ડિસેમ્બરે ખાતમુરત કરવામાં આવ્યું હતું. પરંતુ ત્રણ મહિના વીતવા છતાં હજુ સુધી રોડની કામગીરી શરૂ કરવામાં આવી નથી. સ્થાનિક આગેવાનોએ રાજકીય કારણોસર ઉતાવળે ખાતમૂર્ત કરી દેતા વિવાદ સર્જાયો હતો. રોડ ન બનતા સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.