ઘેડ પંથકમાં ચોમાસા દરમિયાન સર્જાતી પૂરની પરિસ્થિતિ અને તેના કારણે ખેડૂતોને થતા નુકસાનના મુદ્દે આમ આદમી પાર્ટી (આપ)ના નેતા પ્રવીણ રામ દ્વારા ૧૪ દિવસની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા આગામી ૫ સપ્ટેમ્બરથી પંચાળા ગામથી શરૂ થશે અને સોનલધામ મઢડા ખાતે પૂર્ણ થશે. આ યાત્રાનો મુખ્ય હેતુ ઘેડના લોકોના પ્રશ્નો અને પીડાને સરકાર સમક્ષ પહોંચાડવાનો છે.