સાવરકુંડલા શહેરમાં નગરપાલિકાના સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે. આ પરિસ્થિતિમાં સામાજિક કાર્યકર જગદીશભાઈ ઠાકર તેમના સમર્થનમાં ખુલ્લેઆમ આગળ આવ્યા છે.આજે 1 કલાકે જગદીશભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, "સફાઈ કામદારોને યોગ્ય વેતન અને પીએફ મળવું જોઈએ. હું તેમના આ હક્કની લડતમાં પૂરેપૂરો ટેકો આપું છું અને હું સંપૂર્ણ રીતે તેમની સાથે છું."