પંચમહાલ જિલ્લાના શહેરામાં બે દિવસના વિરામ બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો,બુધવારના રોજ સાંજના સમયે ભારે પવન સાથે એકાએક ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ હતી,જેને લઈને રાત્રિ દરમ્યાન પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો,છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લેતા ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણથી લોકો કંટાળ્યા હતા,જોકે બુધવારની સાંજે વાદળછાયું વાતાવરણ છવાયા બાદ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી,તો શહેરા પંથકમાં વરસાદની શરૂઆત થતાં લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી.