આણંદ જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર. આગામી 15 એપ્રિલ સુધી કેનલોમાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાળુ પાક માટે 800 ક્યુસેક પાણી છોડાયું. પાણી છોડાતાં આણંદ જિલ્લાના 1.20 લાખ હેક્ટર જમીનને સિચાઈ માટે પાણી મળી રહેશે. તંત્રના આ નિર્ણયથી ખેડૂતોને પાણીની અછત નહીં સર્જાય અને ખેડૂતો ઉનાળા પાકનું વાવેતર કરી શકશે.