આગાહી વચ્ચે રાપરમાં ઠેર ઠેર વરસાદ ખાબક્યો છે.અનેક વિસ્તારોના નદી અને તળાવો ઓવરફ્લો થઈ ચૂક્યા છે.. લાંબા સમય થી મેઘરાજાની રાહ જોઈ રહેલા રાપરમા શનિવાર બપોરથી વરસાદ સતત વરસી રહ્યો છે.જે આજે સોમવારે બપોરે 12 વાગ્યા સુધી 3.78 ઇંચ વરસાદ નોંધાયો છે.આ વચ્ચે ભારે વરસાદને કારણે કચ્છમાં 6 જેટલા રસ્તાઓ પ્રભાવિત થયા હતા જેને લઈને વાહન વ્યવહાર બંધ કરાયો હતો..