શહેરામાં વનવિભાગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ૧૦ હજાર વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેને લઈને શહેરા તાલુકાના બોડીદ્રાખુર્દ ગામે આવેલ જંગલની જમીનમાં શહેરા પરિક્ષેત્ર વન અધિકારી આર.વી.પટેલની આગેવાની અને શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ભાજપના પદાધિકારીઓ,હોદ્દેદારો અને કાર્યકરો તેમજ વનવિભાગના કર્મચારીઓ દ્વારા સાગ,ખેર,દેશી બાવળ સહિત વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરાયું હતું.