વડોદરા : પાણીગેટ વિસ્તારમાં આવેલા મદાર માર્કેટ પાસે શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટનાને લઈ હિન્દુ સંગઠનો મેદાનમાં આવ્યા છે.આ ઘટનાને કાવતરાના ભાગરૂપે સોચી સમજી સાજીસ અને ષડયંત્રનો ભાગ હોવાનું જણાવી, વીએચપી ક્યારેય આવા અસામાજિક તત્વોને સાંખી નહિ લેય, અને શહેરની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરશો તો હિન્દુ સમાજ,વીએચપી બજરંગ દળ એની ભષામાં તમને જવાબ આપશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.