ગુજરાત યુનિવર્સિટીમાં બોટની વિભાગમાં પૂર્વ કર્મચારીએ પ્રોફેસરની કેબિનમાં ઘૂસીને તોડફોડ કરી હતી, જેને લઈને ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરિપત્ર કરીને બુધવારથી આઈ કાર્ડ વિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી ગેઈટ પર જ તમામ લોકોના આઇ.ડી. કાર્ડ તપાસીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તમામ પ્રવેશ ગેઈટ પર સિક્યુરિટીને મૂકવામાં આવ્યા હતા.