રાપર વાગડ વિસ્તારમાં માનવ સેવાને પ્રભુ સેવા માનીને રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ સેવાકાર્ય કરી રહ્યું છે. ટ્રસ્ટ દર મહિનાની 29મી તારીખે નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરે છે. રાપર દરીયાસ્થાન મંદિર ખાતે 81મા નેત્ર નિદાન સારવાર કેમ્પનું સફળ આયોજન થયું. આ કેમ્પના દાતા તરીકે કાનજીભાઈ હમીરભાઈ આહિર, રમેશ હમીરભાઈ આહીર અને મહેશ હમીરભાઈ આહીર રહ્યા હતા.