ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતો સગીર વયનો યુવક ગુમ થતા પરિવારજનો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બનાવ મામલે પરિવારજનો દ્વારા જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે રજુઆત કરી અને આ અંગે કાર્યવાહી કરવા માંગ કરી હતી. જે અંગેના CCTV પરિવારજનો દ્વારા આપવામાં આવ્યા હતા. અને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.