લીંબડી તાલુકાના ભથાણ ગામે જાહેરમાં મુખ્ય માર્ગો પર તથા દલિત સમાજ ના સ્મશાન તરફ જતા રસ્તા પર વરસાદ ના પાણી નીકાલ ન થતા અને ગંદકી કાદવ કીચડ નુ સામ્રાજ્ય છવાતાં રાહદારી લોકો ને ના છુટકે બીજા ના ખેતર માં થી જાવું પડે છે. આ બાબતે આગેવાનો એ લીંબડી તાલુકા પંચાયત મા કરેલી રજૂઆત ને ધ્યાને લઈ સરપંચ તીજાબેન સંઘરિયાત, તલાટી શ્રેયાબેન જાની તથા તલાટી બી કે પરમારે તાબડતોબ ગંદકી તથા ઉકરડા કચરા ના ખડકલાઓ સફાઈ હાથ ધરતા પ્રશ્ર્ન હલ થતા લોકો એ રાહત મેળવી હતી.