21 ઓગસ્ટ ના રોજ કડી શહેરમાં GST વિભાગ દ્વારા એક પેઢી પર તપાસ કરવામાં આવી હતી.કડી શહેરની મધ્યમાં ટાવરની અંદર આવેલ શ્રીદેવી છાપ ખજાના ટ્રેડર્સ માં સેન્ટ્રલ જીએસટી ભાગે મોટી તપાસ હાથ ધરી હતી.બુધવારે જીએસટી ભાગના અધિકારીઓ પેઢી પર આવી પહોંચ્યા હતા.આ પેઢીમાં હિસાબની તપાસ હાથ ધરી હતી.છેલ્લા 20 વર્ષથી આ દુકાન ચાલે છે.જેમાં કર ચોરી ની આશંકા ને લઈ અધિકારીઓ દ્વારા આ પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.જે બુધવારે આખી રાત અને ગુરુવારે બપોર સુધી ચાલી હતી.