સોનગઢ તાલુકાના ઉકાઈ ખાતે મંત્રીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો.તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ ખાતે કામધેનુ યુનિવર્સિટી ના હોલમાં 1 કલાકની આસપાસ આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિની હાજરીમાં ઉજજ્વળ ભવિષ્યનો અમૃતકાળ કામધેનુ યુનિવર્સિટી હેઠળ આયોજિત બે દિવસિય ચિંતન શિબિરનો કાર્યક્રમ અને ભગવાન બિરસા મુંડા ની પ્રતિમા ના અનાવરણ નો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા.