મોરબી શહેરમાં એક તરફ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ મોરબીના સરદાર બાગ પાસે ગટરનું ઢાંકણું તુટી જતા ગટરનું ગંદું પાણી રોડ પર વહી ગંદકી ફેલાવી રહ્યું છે જેના કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ ગટરનું ઢાંકણું તાત્કાલિક નવુ નાખવા લોક માંગ ઉઠી છે.