This browser does not support the video element.
સુબીર: એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વઘઈના ગાંધી મેદાનમાં વૃક્ષારોપણ કર્યું.
Subir, The Dangs | Sep 1, 2025
ડાંગ વન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ અશોક વૃક્ષ રોપીને પર્યાવરણ સંરક્ષણ થકી હરિયાળા ગુજરાતનો સંદેશ ફેલાવ્યો હતો. આ તકે જિલ્લા સમાહર્તા સુશ્રી શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવા, પોલીસ અધિક્ષક સુશ્રી પૂજા યાદવ, દક્ષિણના નાયબ વન સંરક્ષક શ્રી ધીરજ કુમાર સહિતના અધિકારીગણે કદમ, સેવણ, સપ્તપર્ણી, આંબો, વડ, બીલી જેવા વૃક્ષો રોપી અભિયાનને પોષિત કર્યું હતું.