વિજાપુર ધી ફોરવર્ડ હાઇસ્કૂલ અને પ્રાથમિક શાળાના બાળકોએ ગરબા મહોત્સવ ની ઉજવણી કરી ભાઈ ચારા અને એકતા નો સંદેશ લોકોને આપ્યો હતો. ધી ફોરવર્ડ હાઇસ્કૂલ અને પ્રાથમિક શાળા ના બાળકો એ નવરાત્રી ઉત્સવ ને લઈને ગરબા મહોત્સવ ની આજરોજ શનિવારે સવારે અગિયાર કલાકે ભવ્ય ઉજવણી કરી હતી. અને મા જગદંબા અને સરસ્વતી સમક્ષ ભારત દેશની એકતા અને અખંડિતા માટે પ્રાર્થના કરી હતી.