સોખડા ગામની પ્રાથમિક શાળાએ ક્લસ્ટર કક્ષાના ગણિત, વિજ્ઞાન,પર્યાવરણ પ્રદર્શનમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.પાંદડ ખાતે યોજાયેલ પ્રદર્શનમાં શાળાના ધોરણ પાંચના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જે દરમિયાન વિભાગ ૧માં શ્યામ સોલંકી અને શિયા પટેલએ તરતું ખેતર અને વિભાગ ૨માં જાનવી પટેલ અને દેવરાજ પટેલએ વેસ્ટ માંથી શ્રેષ્ઠ "હોડી" જેવી કૃતિઓ રજૂ કરી પોતાની પ્રતિભા દર્શાવી હતી. તેમાં શાળાએ વિભાગ ૧ તથા વિભાગ ૨ બન્નેમાં પ્રથમ સ્થાન મેળવીને શાળાનું નામ ઉજ્જવળ બનાવ્યું છે.