હળવદના ચરાડવા ગામે ગટરની વ્યવસ્થા ન હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે. આ મામલે અનેક રજૂઆતો છતાં પરિણામ ન મળવાથી ગ્રામજનોએ કલેકટર કચેરીએ આવી ઉગ્ર રજુઆત કરી હતી. સાથે તેઓએ તંત્રને 30 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. સાથે તેઓએ આંદોલન કરવાની અને મત જ ન આપી વિસાવદર વાળી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.