પોશીના તાલુકામાં ચાલુ વર્ષે સમગ્ર સાબરકાંઠા જિલ્લાના તમામ સાત તાલુકા કરતા ઓછો વરસાદ વરસ્યો છે.પોશીનામાં આજ ના દિવસ સુધીમાં માત્ર 650 મીમી જ વરસાદ વરસ્યો છે. જે પોશીના તાલુકા ના લોકો અને ખેડૂતો માટે ચિંતા નો વિષય છે.આજે ચાર વાગે જિલ્લા કન્ટ્રોલ રૂમ દ્વારા માહિતી મળ્યા મુજબ પોશીના તાલુકામાં અત્યાર સુધી માં સરેરાશ 26 ઈંચ જ વરસાદ વરસ્યો છે.અહીં તો ખેડૂતો સારા વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.