ભિલોડાના મઉ ગામમાં ગ્રામજનો સ્વચ્છ પાણીના અભાવે દૂષિત પાણી પીવા મજબુર બન્યા છે.ગામના બંને કુવાઓમાં માકડી ડેમનું પાણી આવે છે.ચોમાસા દરમિયાન ડેમ ઓવરફ્લો થતા દૂષિત પાણી કુવાઓમાં ઘૂસી જતાં ગામલોકો મુશ્કેલીમાં મુકાયા છે.શુદ્ધ પાણી ઉપલબ્ધ ન હોવાથી લોકો દૂષિત પાણી પીવા મજબૂર છે,જેના કારણે ગામમાં રોગચાળાનો ભય વ્યાપી રહ્યો છે.ગ્રામજનો તંત્ર પાસે નવો કૂવો,ટાંકી અને પાઇપલાઇન બનાવવાની તાત્કાલિક માંગ કરી રહ્યા છે.