ભરૂચ શહેરના વ્રજ વિહાર બંગલોઝમાં રહેતા દિવ્યા ચૌહાણના મકાનના પટાંગણમાં ગત મોડી રાતે અચાનક કોબ્રા સાપ દેખાતા પરિવારજનોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગે તાત્કાલિક જાણ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય હિરેન શાહ, યોગેશ મિસ્ત્રી અને રમેશ દવેને કરવામાં આવતા તેઓ તરત જ સ્થળ પર દોડી આવ્યા હતા.ટીમે સ્થળ પર પહોંચી જોયું ત્યારે સાપ ગુજરાતના અત્યંત ઝેરી ચાર સાપોમાંથી એક એવા અંદાજે પાંચ ફૂટ લાંબા સ્પેક્ટ્રલ કોબ્રા હોવાનું બહાર આવ્યું હતું.