અમરેલી શહેરના વોર્ડ નંબર 3માં આવેલ લાઠી રોડ પર છેલ્લા ઘણા સમયથી રોડની હાલત બગડી ગઈ છે. વરસાદી મોસમ દરમિયાન રોડ પર ખાડાઓ તથા પાણી ભરાવાની સ્થિતિને કારણે સ્થાનિક નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ પરિસ્થિતિ જોઈને અમરેલી નગરપાલિકાના ભાજપના પૂર્વ કોર્પોરેટર શ્રી વૈભવભાઈ વ્યાસે નગરપાલિકા તંત્ર પર કટાક્ષ કરતો વિડિયો આજે સાંજે છ કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.