પાવાગઢ માંચી જવાના ખખડધજ રસ્તાઓને લઈ પાવાગઢ માતાજી દર્શને આવનારા ભાવિ ભક્તો સહિત પાવાગઢના સ્થાનિક લોકોમાં અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે કેટલાક સમયથી આ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી આજ દિન સુધી જાણે તંત્રના પેટનું પાણી હાલતું ન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આ ખખડધજ થયેલા રસ્તાઓની કામગીરી વહેલી તકે હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે