સોશ્યલ મીડિયા પર છરી સાથે પોસ્ટ મુકનાર ઇસમ સામે ભાવનગર SOG દ્વારા કાર્યવાહી કરવામાં આવી.ભાવનગર SOG દ્વારા સોશિયલ મીડિયા મોનિટરિંગ દરમિયાન છરી જેવા ઘાતક હથિયાર સાથે પોસ્ટ મૂકનાર ઇસમ સામે કાર્યવાહી કરાઇ છે.ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા રામદાસ મનસુખભાઈ સોલંકીને SOG ટીમે છરી સાથે પકડી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.