અરબી સમુદ્રમાં ભારે પવન ફુંકાઈ રહ્યો છે.જેના લીધે વેરાવળ અને માંગરોળ બંદર પર ભયસૂચક 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.દરિયામાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.ગઈકાલે જ આ સિગ્નલ હટાવી દેવામાં આવ્યું હતું પરંતુ આજે ફરી વાતાવરણ માં ફેરફાર જોવા મળતા 3 નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે.