બારડોલીના તલાવડી વિસ્તાર અને સ્વરાજ આશ્રમ મેદાન ખાતે શ્રીજીની પ્રતિમાઓ ખરીદવા માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. આ ભીડના કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ, જેના લીધે સ્થાનિક લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ટ્રાફિકની અવ્યવસ્થાને કારણે અનેક લોકોને લાંબા સમય સુધી રસ્તાઓ પર રાહ જોવી પડી, જેનાથી તેમની દૈનિક કામગીરીમાં અડચણો ઉભી થઈ. બારડોલી પોલીસ મથકે 80 જેટલા મંડળોને, જ્યારે ગ્રામ્ય પોલીસ મથકે 50 મંડળોને પ્રતિમા સ્થાપના મંજુરી આપી