મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી (AAP) દ્વારા શહેરના નાના વેપારીઓના હિત અને માર્ગ સલામતીના મુદ્દે વહીવટી તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પાર્ટીએ બે મુખ્ય માંગણીઓ રજૂ કરી છે જેમાં રાત્રિના સમયે ચાલતા વ્યવસાયોને ચાલુ રાખવા દેવા અને બિસ્માર હાલતમાં રહેલા નવલખી રોડનું તાત્કાલિક સમારકામ કરવા રજૂઆત કરાઈ છે.