જાંબુઘોડા નગરમાંથી પસાર થતા રસ્તા ઉપરથી કણજી પાણી ગામે આવેલા અનેક રેતીના સ્ટોક પર રેતી લેવા માટે દિવસ અને રાત દરમિયાન ટ્રકો અને હાઈવા જેવા મોટા ભારદારી વાહનોની અવરજવર ખૂબ વધી ગઈ છે.આના પરિણામે નગરના મુખ્ય માર્ગો પર વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે,જે સ્થાનિક લોકોને અને અન્ય વાહનચાલકોને હાલાકી પહોંચાડે છે.