હિંમતનગર તાલુકાના ગ્રામ્ય પંથકમાં આવેલ હાથમતી અને ઇન્દ્રાસી જળાશય ચાલુ ચોમાસા દરમિયાન સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે.સાબરકાંઠા,અરવલ્લી અને રાજસ્થાનના અલગ અલગ ભાગોમાં વરસેલા વરસાદને લઈ હાથમતી ઇન્દ્રાસી જળાશયમાં પાણીની નોંધ પાત્ર આવક નોંધાઇ હતી જેને લઈ જળાશય ઓવરફ્લો થયો હતો જોકે હાથમતી જળાશયની મહત્તમ સપાટી કરતાં બે ફૂટ ઊંચો ઓવરફ્લો વહી રહ્યો છે જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. મનમોહક દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે જોકે આ હાથમતી ઇન્દ્રાસી જળાશય થકી