આજથી ત્રણ દિવસ પહેલા ગણપતિના પાંચમા દિવસે ગણપતિ વિસર્જન કરવા ગયેલા યુવાન કરજણ નદીમાં ડૂબી ગયો હતો એ યુવાન ની શોધખોર પાલિકા તંત્ર તેમજ એસ ડી આર એફ ની ટીમ કરી રહી હતી પણ લાશ મળી આવતી નહોતી ત્યારે આજે ત્રીજા દિવસે જે જગ્યા પર યુવાન ડૂબી ગયો હતો તે જગ્યા પરથી જ યુવાનની લાશ તળતી જોવા મળી આ લાશને પાલિકા તંત્ર તેમજ એસ ડી આર એફ ટીમ દ્વારા તેને કાઢવામાં આવી અને રાજપીપલા જૂની હોસ્પિટલ ખાતે પીએમ કરાવવા લઈ જવામાં આવ્યો