ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના દઢાલ ગામની શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ આશાદીપ પેકેજીંગ ટ્રેડિંગમાં અલગ અલગ કંપનીમાંથી કેમિકલયુક્ત બેરલો લાવી ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે વોશ કરી તેમાંથી નીકળેલ દૂષિત પાણી જીવ સૃષ્ટિને નુકશાન થાય તે રીતે જાહેર નેહરમાં નિકાલ કરવામાં આવે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી કેમિકલયુક્ત બેરલો ધોઈ તેનું દૂષિત પાણી જાહેર કેનાલમાં ઠાલવતા હતા.