શહેરના પૂર્વ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે વેસ્ટર્ન ટ્રંક લાઈન નાખવામાં આવી હોવા છતાં ગટરના પાણી બેક મારીને નિકોલના મધુમાલતી આવાસ યોજનામાં ફરી વળ્યા છે. નિકોલ વિસ્તારમાં એક ઈંચ વરસાદ પડ્યો છે પરંતુ મધુ માલતી આવાસ યોજનામાં જાણે બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હોય અને પાણી ભરાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.