જામનગરમાં "ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત" ના સૂત્ર સાથે ૭૬મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ, વન વિભાગ દ્વારા જામનગર જિલ્લામાં ૧૯ લાખથી વધુ ઔષધીય, સ્થાનિક, અને ફળાઉ રોપાઓનું વિતરણ અને વાવેતર કરાશે. જેનું આ મહોત્સવના માધ્યમથી વિતરણ તથા વાવેતર કરવામાં આવશે. ચાલુ વર્ષે વિવિધ સરકારી યોજનાઓ હેઠળ કુલ ૧૧૬ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે.