ગણેશ ચતુર્થીના પાવન દીને ગજાનન ગણપતિની સિહોર શહેર સહીત પંથકમાં વિવિધ પંડાલોમાં તેમજ ઘર, શેરી, મહોલ્લામાં સ્થાપના કરવામાં આવી હતી. ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ તો અગિયાર દિવસ સ્થાપના થઈ હતી. જેમા રોજ આરતી, અન્નકૂટ, મહાપસાદ, સત્યનારાયણ કથા, કીર્તન, સત્સંગ, રંગબેરંગી લાઈટિંગ, સાઉન્ડ,હોરર શો, એમ અવનવી થીમ સાથે ગણેશ ભક્તિમાં ભક્તોજનો તરબોળ થયા હતા. મોટા આયોજનોમાં બાહુબલી તેમજ કૃષ્ણ યુવક મંડળ ધોળકિયા શેરીમાં, કંસારા બજારમાં , કૈલાસનગર માં સવિદાયાવિદા