એટ્રોસિટી ના ગુનામાં ધરપકડ નહીં કરી હેરાન નહી કરવા બાબતે મહિલા ડીવાયએસપી નિકિતા શિરોયા અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામીતે ફરિયાદી પાસે 4 લાખની લાંચ માંગી હતી.બાદમાં છેલ્લે 1 લાખ 50 હજારમાં નક્કી થતા લાંચ લેવા આવેલ હેડ કોન્સ્ટેબલ ને acb ની ટ્રેપ હોવાની શંકા જતા ફરાર થઈ ગયા હતા.જોકે બનાવને લઈ વોઇસ રેકોર્ડિંગ સહિતના પુરાવાના આધારે અમદાવાદ acb ધ્વારા dysp અને હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ કરી બંને ને 9 કલાકે મળતી માહિતી મુજબ ફરાર જાહેર કરાયા છે.