ભાવનગર શહેરના ચાવડીગેટ વિજય નજીકથી શંકાસ્પદ રીતે એક શખ્સને લોકોએ ઝડપી લીધો હતો જે અંગે મળતી માહિતી અનુસાર ચાવડીગેટ થી વિજય તરફના રોડ નજીક ચોરીની શંકા રાખી એક ઈસમને લોકોએ ઝડપી પાડ્યો હતો. જે અંગે પોલીસને જાણ કરાઈ હતી. ઘટના અંગે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને લોકોએ શખ્સને પોલીસને સોંપી આપતા પોલીસ મથક ખાતે લઇ જઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.